બાલી દરિયાઈ દુર્ઘટના : 65 મુસાફરો લઈ જતી ફેરી 25 મિનિટમાં ડૂબી, 4ના મોત, 38 ગુમ
ઇન્ડોનેશિયામાં બાલી માટે રવાના થયેલી ફેરી માત્ર 25 મિનિટમાં જ ડૂબી ગઈ હતી. 65માંથી 4 લોકોના મોત થયા છે અને 38 હજુ સુધી ગુમ છે. દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન માનવામાં આવી રહ્યું છે. રેસ્ક્યૂ ટીમો સતત શોધખોળમાં વ્યસ્ત છે.

ઇન્ડોનેશિયાના બાલી સ્ટ્રેટમાં એક ભયાનક દરિયાઈ અકસ્માત સર્જાયો છે. 65 લોકોને લઈને જતી એક ફેરી માત્ર 25 મિનિટમાં જ પાણીમાં સમાઈ ગઈ. હવે સુધી મળેલી માહિતી મુજબ 4 લોકોના મોત થયા છે અને 38 લોકો હજુ ગુમ છે. બચાવ દળો ઘટનાસ્થળે હાજર છે અને રેસ્ક્યૂ ચાલુ છે. આ ફેરી જાવા દ્વીપના બેન્યુવાનગી શહેરથી બાલી તરફ જઈ રહી હતી. એક સ્થાનિક પોર્ટ પર પહોંચતા પહેલાંજ તેમાં ભૂંકી પડતી જોવા મળી. ફેરીમાં 53 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર એટલે કે કુલ 65 લોકો સાથે 22 વાહનો પણ લદાયેલાં હતાં. હવે સુધી ફક્ત 23 લોકોને બચાવવામાં સફળતા મળી છે. ફેરીનું નામ હતું KMP Tunu Pratama Jaya, જે લંગર છોડ્યા બાદ માત્ર 25 મિનિટમાં જ પાણીમાં ગરકાવ થઈ ગઈ. અકસ્માતના ચોક્કસ કારણની હાલ પુષ્ટિ નથી, પણ ઈન્ડોનેશિયાના કેબિનેટ સચિવ ટેડી ઇન્દ્ર વિજયાએ આ દુર્ઘટનાને ખરાબ હવામાનને જવાબદાર ઠેરવ્યું છે. સ્થાનિક રાહત એજન્સી અને નૌકાદળ શોધ અને બચાવ કાર્યમાં સતત લાગેલા છે.