ESIC મુંબઇમાં 43 જગ્યાઓ પર સીધી ભરતીની તક
ESIC મુંબઇ દ્વારા 43 જગ્યાઓ પર દંતચિકિત્સક, યોગ પ્રશિક્ષક અને અન્ય પદો માટે સીધી ભરતી માટે 26 જૂનના રોજ વોક-ઇન ઇન્ટરવ્યૂ યોજાશે. લાયક ઉમેદવારો માટે આ સરકારી નોકરી મેળવવાનો શ્રેષ્ઠ મોકો છે, જેમાં અરજી ફી પણ નથી.

મુંબઇમાં સરકારી નોકરી માટેનો સુવર્ણ અવસર આવ્યો છે! કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) મુંબઇ દ્વારા દંત ચિકિત્સક, યોગ પ્રશિક્ષક અને અન્ય તબીબી અધિકારીઓની 43 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે 26 જૂન 2025ના રોજ વોક-ઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો સીધા હાજરી આપી શકે છે.
ઇન્ટરવ્યૂની તારીખ
26-06-2025
કોઈ ઓનલાઇન અરજીની જરૂર નથી – ફક્ત પ્રમાણપત્રો સાથે સમયસર પહોંચી જવાનું રહેશે.
પદવિવરણ
- દંતચિકિત્સક
- યોગ પ્રશિક્ષક
- સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર (MD/MS/PG ડિપ્લોમા ધરાવતા)
- અન્ય આરોગ્ય સેવા સંબંધિત પદો
લાયકાત
ઉમેદવારોએ DNB, M.A., M.Sc., PG ડિપ્લોમા, MS/MD જેવી લાયકાત હોવી જરૂરી છે. ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
સ્થળ અને વધુ માહિતી
ESIC મુંબઇ ઓફિસ ખાતે ઇન્ટરવ્યૂ યોજાશે. વધુ માહિતી માટે અને સૂચનાઓ માટે ઉમેદવારોને ESIC ની વેબસાઇટ esic.gov.in ની મુલાકાત લેવી વિનંતી.